ભૂગર્ભ ગટર માટે બનાવાયેલી કુંડીનાં તકલાદી ઢાંકણા તૂટવા લાગ્યા, ટેન્કર ખૂંચી ગયું, સદનસીબે જાનહાની નહિ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં ભૂગર્ભ ગટર માટે બનાવવામાં આવેલ ગટરોના ઢાંકણા તૂટવા લાગ્યા છે. જેથી રાહદારીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે અને સિહોરના રેલવે ફાટક નજીક આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ એક ટેન્કર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તોડીને ઘુસી જતા અનેક સવાલો ઉભા થયા છે શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ કામગીરી દરમિયાન બનાવવામાં આવેલી કુંડીઓના ઢાંકણા તૂટવા લાગ્યા છે રવિવારે સ્વામિનારાયણ ગુરુકુળ પાછળના વિસ્તારમાં તકલાદી ઢાંકણું તોડી ટેન્કર ખુપ્પી ગયું હતું સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી બીજી તરફ આવી કુંડીઓના કારણે સતત અકસ્માત થવાનો ભય રહે છે. વાહન ચાલકોને પણ આ કુંડીને કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે.