એક વર્ષ અગાઉ પ્રધાનમંત્રીએ સ્વચ્છતા હી સેવાના મંત્ર સાથે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા કોન્ફોરેન્સમાં પ્રધાનમંત્રીની અપીલ

હરીશ પવાર
સિહોર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સ્વસ્ચ્છતા હી સેવા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મથુરા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું કોન્ફોરેન્સ દ્વારા પ્રસારણ યોજાયું જેમાં પ્રધાનમંત્રીએ સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા ભાર મુક્યો હતો અને અપીલ પણ કરી હતી અને નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પોગ્રાસને પણ લોન્ચ કર્યો હતો સાથે મહાત્મા ગાંધીનું આ ૧૫૦ મું પ્રેરણા વર્ષ છે સ્વચ્છતા જ સેવાના પાછળ પર આ ભાવના છૂપાયેલી છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું અહીં ટાઉનહોલ ખાતે સિહોર નગરપાલિકાના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીની ખાસ ઉપસ્થિત તેમજ નગરપાલિકાના સભાસદોની હાજરી વચ્ચે ચીફ ઓફિસરની સૂચનાથી સ્વસ્ચ્છતા હી સેવા કાર્યક્રમ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સ્વસ્ચ્છતા હી સેવાના કાર્ય ને સિહોર નગરપાલિકા દ્વારા આ ઝૂબેશ ને અમલવારી કરવામાં આવેલ છે નગરપાલિકાના આરોગ્ય ચેરમેન શંકરમલ કોકરા, ઓવરાશિયર નીતિનભાઈ પંડ્યા, સેનેટરી ઇન્સપેક્ટર સમીરભાઈ દવે, લખમણભાઈ, શોપ ઇન્સ્પેકટર વિજયભાઈ વ્યાસ, એમ.આઇ.એસ. મકવાણા જયકુમાર તેમજ તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો