
દેવરાજ બુધેલીયા
ભુખ્યાને ભોજન આપવું તે આપણી સંસ્કૃતિમાં વણાયેલ છે જેનો ઉત્તમ દાખલો સિહોર ખાતે આવેલું ભગવાનનું ઘર સંસ્થા છે આપણે ત્યાં કહેવાયું છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. સેવા પરમો ધર્મ. આથી સિહોરમાં અને આજુબાજુ વિસ્તારમાં વસતા નિરાધાર,વૃધ્ધો, અશકતો, અપંગો, સમાજમાં જેમનું કોઇ નથી અને જેઓ સમાજ પાસે માંગી શકતા નથી તેવા ખૂબ જ જરૂરિયાતવાળાના પોતાના જ ઘેર આત્મ સન્માન અને ખુમારીથી શાંત અને સ્વસ્થ જીવન જીવી શકે તેવા નિ:સહાય લોકો માટે છેલ્લા ૨૦ વરસથી ભગવાનનું ઘર નામે સંસ્થા ચાલે છે આ સંસ્થાને બે દાયકા પૂરા થયા છે અને એમની સેવાકીય પ્રવુતિ વિશે લખવા બેસીએ તો અહીં પેઝમાં જગ્યા ટૂંકી પડી શકે..સિહોરના કેટલાક સેવાભાવી નાગરિકોમાં એક વિચાર સ્ફુર્યો. અને આ વિચારની ફળશ્રુતિરૂપે સિહોરમાં મોટાચોકમાં આવેલ ઠાકરદ્વારા મંદિર પાસે સને ૨૦૦૦ માં ભગવાનનું ઘર સંસ્થા શરૂ કરવામાં આવી..ત્યારથી શરૂ થયેલી સેવાની જ્યોત હાલ પણ અવિરત શરૂ છે..સાંજ પડે અસંખ્ય નિરાધાર ગરીબ ગુરબા લોકોને ભોજન કરાવી રહેલી સંસ્થા ભગવાનના ઘર દ્વારા દાંતાઓના દાનથી ગરીબ લોકોને કપડાંની કીટ વિતરણ કરવામાં આવી હતી સિહોરના સિંધી કોલોની ગુરુનાનક હોલ ખાતે આજે મંગળવારે સવારે દાંતાઓની ઉપસ્થિતી અને શહેરના અગ્રણી આગેવાનોની હાજરીમાં ભગવાન ઘર સંસ્થા આયોજિત કાર્યક્રમમાં શહેરના અસંખ્ય ગરીબ પરિવારના લોકોને કપડાંની કીટ આપવામાં આવી હતી જરૂરિયાતમંદ લોકોને કપડાંઓ આપવામાં આવ્યા હતા અહીં ગરીબ પરિવારના લોકોએ રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારે આ સંસ્થાની કાર્યપદ્ધતિ થી કહી શકાય કે માણસાઈ હજુ જીવે છે