
હરીશ પવાર
સિહોર શહેરમાં મામલતદાર કચેરી તંત્ર વિભાગ દરેક બાબતોમાં ખૂબ જ સરાહનીય રીતે પ્રજાલક્ષી કામગિરી કરી રહ્યું છે છેવાડાના અરજદારને હેરાનગતિ ન થાય..લોકોને ધક્કા ન પડે.. લોકોનો સમય ન બગડે..તેના કારણે હવે તંત્ર વિભાગ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના ગામડાઓ સુધી પોહચ્યું છે જેમાં મામલતદારશ્રી જેવા ઉચ્ચ અધિકારીઓ હાજર રહે છે લોકોના પ્રશ્નોનું સોલ્યુશન સ્થળ પર આવે તે પ્રકારના પ્રયાસો હાથ ધરાઈ છે આજે સિંહોરના મામલતદારશ્રી નિનામાંની અધ્યક્ષતામાં રબારીકા ગામે ગણોતધારા હેઠળ નવી શરતની જમીન જૂની શરતમાં ફેરવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં અરજદારોએ તંત્રની ઝુંબેશમાં ભાગ લીધો હતો અને કામગીરીમાં અધિકારીશ્રી નિનામાં સાથે તંત્ર વિભાગનો સ્ટાફ જોડાયો હતો