
દેવરાજ બુધેલીયા
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ગઈકાલે રાત્રે સિહોર તાલુકાના અમરગઢ જિથરી ગામ ખાતે બેઠક મળી હતી જેમાં દલિત એકતા મિટિંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત પ્રદેશ આગેવાન માવજી ભાઇ સરવૈયા જિલ્લા પ્રમુખ અશોકભાઈ ગીલાતર કર્મચારી વિંગના પ્રમુખ હર્ષદભાઇ બાંભણીયા પ્રભારી શિવાલાલ સોલંકી અરવિંદભાઇ મકવાણા (ટેભુ) રામજીભાઈ મકવાણા હિતેશભાઇ સહિતના યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને સમાજના ઉથથાન માટે જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી