
દેવરાજ બુધેલીયા
દર વર્ષે વરસાદમાં સિહોર શહેરના રોડ ધોવાય જતા હોય છે અને શહેર ખાડાનગરી બની જતી હોય છે પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ન હોવાનું લોકોના માનસમાં ઘુસી ગયું છે તેથી લોકોમાં રોષ જોવા મળતો હોઈ છે હાલ શહેરના મોટા ભાગના રસ્તાઓ વરસાદમાં જ તૂટી ગયા છે અને રોડમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે તેથી રોડ પરથી પસાર થવુ વાહન ચાલકો માટે મૂશ્કેલરૂપ બન્યુ છે જોકે આજથી રોડ વિભાગ દ્વારા લોકોની મુશ્કેલી સમજી તૂટેલા રોડની મરામત હાથ ધરીને ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરી છે