દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન લેવાયેલ V.T.P (વિદ્યામંજરી ટેસ્ટ પ્રોગ્રામ) Round 1 & 2 ના પરિણામ સંદર્ભે તા.– ૧૭/૦૮/૧૯ ને શનિવારના રોજ બાલમંદિર તેમજ ધોરણ ૧ થી ૧૨ (આર્ટ્સ/ કોમર્સ /સાયન્સ)નાં વિદ્યાર્થીઓ માટે એક વાલીમિંટીંગનું આયોજન કરવામાં આવ્યું. આ વાલી મિંટીગમાં સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ રક્ષાબંધન,સ્વાતંત્ર પર્વ,જન્માષ્ટમી,શ્રાવણ માસ, વર્ષાઋતુ, માટીના રમકડા વગેરે જેવા વિષયો પર ચાર્ટ/પ્રોજેક્ટ અને ચિત્રો વગેરે બનાવી તેનું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વાલી મિટીંગમાં વાલીશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહી પોતાનાં બાળકનું પરિણામ કેવી રીતે સારૂ થાય તેની શિક્ષકો સાથે ચર્ચા-વિચારણા કરી હતી. આ વાલીમિટીંગને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારનાં તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી