હરેશ પવાર
સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણીક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ,સંસ્કૃતિ સ્કૂલ-સિહોર ખાતે અભ્યાસ કરતી ધોરણ – ૬ થી ૧૨ (આર્ટસ/કૉમર્સ/સાયન્સ) ની વિદ્યાર્થીની બહેનો તેમજ શાળા પરીવારની બહેનોને મહિલા ઉથ્થાન કેન્દ્ર – અમદાવાદ દ્વારા આજે બુધવારનાં રોજ બહેનશ્રી પ્રજ્ઞાબેન, બહેનશ્રી ગાર્ગીબેન તેમજ ભાઈશ્રી હિતેષભાઈ દ્વારા “તેજસ્વીની અભિયાન “ અંતર્ગત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટેનાં વિષય પર બહેનોને પી.પી.ટી દ્વારા ખુબ જ સુંદર વક્તવ્ય અને પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યુ. આ કાર્યક્રમ દ્વારા બહેનોએ જીવનમાં કઈ રીતે આગળ વધવુ તે વિષય પર ખુબ જ ઉડાણ પુર્વક સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારનાં તમામ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here