વિડિયો ક્યારનો છે તે કહેવું મુશ્કેલ, ગ્રાહક મીઠાઈ બદલાવવા ગયા અને વેપારી સાથે રકઝક થઈ ગ્રાહકે વિડિઓ ઉતારી અને સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો
જોકે મીઠાઈની ભેળસેળની ફરિયાદ નવી નથી, સિહોરમાં પણ મીઠાઈની અનેક દુકાનો ચાલે છે..તપાસ થાય તે જરૂરી
દેવરાજ બુધેલીયા
આજે સાંજના સમયે વોટ્સએપમાં એક વિડિઓ વાઇરલ થયો છે જે ને લઈ અનેક ચર્ચાઓ જાગી છે વિડિઓ ભાવનગરનો હોવાની વાત સામે આવી છે એક પ્રતિષ્ઠિત વેપારીને ત્યાં એક ગ્રાહકે મીઠાઈની ખરીદી કરી હતી જે પૈસા આપી માલ ખરીદીને ગ્રાહકે મીઠાઈ લીધી હતી જોકે તે મીઠાઈ તકલાદી અને ખરાબ હોવાનું ગ્રાહકને માલૂમ પડતા ગ્રાહક ફરી જે દુકાનેથી મીઠાઈ ખરીદી હતી ત્યાં જઈને બદલી આપવાની વાત કરી હતી જોકે વિડીયોમાં વેપારી અને ગ્રાહક વચ્ચે રકજક થતી જોવા મળે છે ગ્રાહકે ૧૩૦ રૂપિયાની ૨૫૦ ગ્રામ મીઠાઈ ખરીદી હોવાની વાત કરે છે વેપારી અને ગ્રાહક બન્ને વચ્ચે રકજક બોલાચાલી થાય છે જોકે આ વિડિઓ ગ્રાહકે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું હાલ અનુમાન લગાવી શકાય છે જોકે વિડિઓ ક્યારનો છે તે કહેવું મુશ્કેલ પરંતુ મીઠાઈ બાબતની ફરિયાદો નવી નથી સિહોરમાં પણ અનેક મીઠાઇની દુકાનો આવેલી છે મીઠાઈ બનાવવાના કારખાનાઓ ધમ-ધમેં છે ત્યારે ચેકીંગ અને તપાસ જરૂરી બને છે