બ્રિજેશ ગૌસ્વામી
વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીનો તારીખ ૧૭ મી સપ્ટેમ્બરે જન્મ દિવસની ઉજવણી અને ગુજરાત રાજ્ય યુવકના કાર્યક્રમ ભાગરૂપે દેહદાન અને ચક્ષુદાન અભિયાન અંતર્ગત સિહોર પંથકમાં બહોળી સંખ્યામાં સેવક સમુદાય ધરાવતા શાંતિ કુંજ આશ્રમ ના મહંત સંતશ્રી ધરમદાસ બાપુ દ્વારા નેત્રદાન કરવાના સંકલ્પ સાથે જનમાનસ માં એક શુભસંદેશ પાઠવેલ અને ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનોને આવા લોકહિતના કાર્ય માટે આશીર્વચન પાઠવેલ.