
હેમરાજસિંહ વાળા: ત્રાપજ
અલંગ શિપબ્રેકીંગ યાર્ડ અને આજુબાજુના વિસ્તારોના વાતાવરણ માં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો આકાશ પર ચડી આવ્યા છે. અને ભારે પવન સાથે ઝરમર વરસાદ નો પ્રારંભ થયો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે. પરંતુ નવરાત્રિની જેમ દિવાળી પણ બગડે તેવા એંધાણ સર્જાઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ ફરીથી સક્રિય થતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. હાલ ભાવનગરના ત્રાપજ અલંગ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે