હજારોની સંખ્યામાં માનવ-મહેરામણ, ઐતિહાસીક ધરોહરે વિશાળ જનમેદની ઉમટી, લોકોને ધંધા રોજગારમાં જામી પડી

દેવરાજ બુધેલીયા
સિહોર નહિ સમગ્ર ગુજરાતના ઇતિહાસના પન્નાઓમાં બ્રહ્મકુંડના નામનો ઉલ્લેખ છે આ એ જ બ્રહ્મકુંડ છે કે જે આપડે અભ્યાસ દરમિયાન પાટણના રાજા સિદ્ધરાજસિંહ સોલંકી વિશે બુકોમાં વાંચેલું અને જોયેલું છે જેના સાથે આ કુંડનો નાતો રહ્યો છે અને જ્યાં દર વર્ષે ભાદરવા માસની અમાસના દિવસે વિશાળ જનમેદની સાથે ભાતીગળ મેળો ભરાય છે સિહોર એક પ્રાચીન સ્થળ છે. તેનો ‘સિંહપુર’ તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. એક એ વાતો પણ વડીલો પાસેથી જાણવા મળી અને સાંભળી છે કે રાજા સિદ્ધરાજ પોતાની સેના સાથે એક વખત સિહોર પાસેથી પસાર થતા હતા ત્યારે ખૂબ પાણીની તરસ થી વ્યાકુળ થયા અને જ્યારે રાજા અને સેનાએ બ્રહ્મકુંડ નું પાણી પીવાથી અને સ્નાન કરવાથી રાજાને પોતાના કોઢમાં સુધારો થયાનું જણાયું. આથી એણે પોતાનો મુકામ થોડો લંબાવ્યો. ફાયદો થયાનું ચોક્કસ થતાં એણે એ પાણીવાળા સ્નાનની તપાસ કરાવી. એનું પાણી લાંબા સમય સુધી પીવાના તથા સ્નાનના કામમાં લીધું. આથી તેનો કોઢ સંપૂર્ણ દૂર થયો હતો આથી આ જગ્યાને અલૌકિક ગણી સિદ્ધરાજે ત્યાં કુંડનું નિર્માણ કર્યું તેને આજે ‘બ્રહ્મકુંડ’ કહે છે. આ બ્રહ્મકુંડ ચોખંડો અને વિશાળ છે. તેની ચારે તરફ સુંદર મૂર્તિઓ મૂકેલી છે. ચારે બાજુ પગથિયાં છે. તેના ચમત્કારિક પાણીનો સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે. નાન્હાલાલ કવિએ પોતાના ‘હરિસંહિતા’ નામક મહાકાવ્યમાં શ્રીકૃષ્ણ ભગવાન અહીં આવ્યાનું જણાવે છે અહીં શ્રધ્ધાળુઓ શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં આવે છે , ભાદરવી અમાસના દિવસે અહીં  વિશાળ લોકમેળો સિહોર પાલિક દ્વારા યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડેછે રમકડાં તથા વિવિધ ખાણીપીણી ના સ્ટોલો લાગે છે શ્રાવણ માસના છેલ્લા દિવસ ના હિસાબે ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ નવનાથ ના દર્શનાર્થે સવારથી જ આવે છે અને દર્શન કરી સાથે પુણ્યનું ભાથું બાંધે છે  શિવજીના મંદીરો મા આકર્ષિત શણગારો કરવામાં આવ્યા હતા બ્રહ્મકુંડ ખાતેજ કામનાથ મહાદેવ બિરાજમાન છે તથા નવનાથમાં નું એક જોડનાથ મહાદેવ અને સાંઈબાબાનું મંદિર આવેલું છે ત્યાં પણ ભગવાન ભોળાનાથ ને શિવશક્તિ ના શણગારો કરવામાં આવ્યા છે આજે અહીં યોજાયેલ ભવ્ય લોકમેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની ખૂબ મોજ લોકોએ માણી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here