દેવરાજ બુધેલીયા
આ સુષ્ટી અને પૃથ્વી પર કોણ જાણે કુદરતના કઈ પ્રકારના નિયમો છે એ સમજની બહાર છે ક્યારેક એવી ઘટનાઓ બનીને સામે છે ત્યારે ખરેખર સર્જનહાર પર પણ ગુસ્સો આવે તે પ્રકારના બનાવ બને છે કેટલાક માણસ ગરીબ હોઈ છે એમના નસીબ અને તકદીર પણ ગરીબ હોઈ છે આવુ પત્રકાત્વની લાઈનમાં અનેક વખતો જોયું જાણ્યું અને નિહાળ્યું છે અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ સિહોરના ભીલવાડા વિસ્તારમાં રહેતા શારદાબેન ભીલ જેઓના રહેણાંકી મકાનની દીવાલ ધરાશાઈ થતા ગરીબ લાચાર પરિવાર મૂંઝવણમાં મુકાયો છે અમારા સહયોગી દેવરાજનું કહેવું છે શારદાબેન બે ટકના રોટલાઓ માટે પારકા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે શારદાબેન નિરાધાર અને એકદમ ગરીબ છે જેનું મકાન ભીલવાડા વિસ્તારમાં આવેલું છે અને જે મકાનની દીવાલ આજે સવારે ધરાશાઈ થતા મકાનમાં રહેલી ઘરવખરીને નુકશાન થવા પામ્યું છે અને શારદાબેન આર્થિક સ્થિતિને લઈ મુંજવણમાં મુકાયા છે અહીં કહેવાઈ કે કુદરત પણ સામાન્ય અને ગરીબ પરિવારોની પરીક્ષા લેવામાં એક તક છોડતો નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here