દેવરાજ બુધેલીયા
ચોમાસા દરમિયાન સિહોર પંથકમાં કુદરત મહેરબાન થયો છે અને આ વખતે વરસાદ પૂરતો વરસ્યો છે શહેરની ચારે બાજુ કુદરતી સૌંદર્ય ખીલ્યું છે અને શહેરમાં એ રીતે હરિયાળી ખીલી છે જાણે એતિહાસીક નગરી કુદરતના ખોળામાં ધુબાકા મારી રહી છે પરંતુ અહીં પૂરતા વરસાદના કારણે રોડ રસ્તાઓ ભાંગીને ભુક્કો થયા છે દિવસે દિવસે રોડ રસ્તાઓની હાલત બગડી રહી છે બિસમાર થતી જોવા મળે છે જ્યાં ત્યાં ખાડાઓ દેખાઈ રહ્યા છે ચાલકો રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જ્યારે રોડ રસ્તાઓ તાકીદે રીપેર થાય તેવી માંગણી પણ ઉઠી છે