દેવરાજ બુધેલીયા
સિહોરની શહેર અને આજુબાજુ વિસ્તારોમાં ચાર જેટલી જીઆઇડીસી આવેલી છે જેની આસપાસ અને આજુબાજુ અગિયારસો વૃક્ષો વાવીને હરિયાણી બનાવવા માટેની કામગીરી શરૂ કરાઇ છે દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઓ સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે.તેથી વધુ ને વધુ વૃક્ષા રોપણ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો ના ભાગરૂપે રોલિંગ એસોસિએશન દ્વારા જીઆઇડીસી વિસ્તારોની આસપાસ વૃક્ષો વાવીને લીલીછમ બનાવવાના પ્રયત્નો શરૂ કરાયા છે જે બાબત ખૂબ સુંદર અને આવકારવા દાયક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here