

હરેશ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે આજે બુધવારના રોજ જન્માષ્ટમી પર્વની ઊજવણી ધામધુમથી કરવામાં આવી છે જેમાં બાલમંદિર તથા કેજી નર્સરીમાં બાળકોને કૃષ્ણ રાધાના કપડાં પહેરાવી તૈયાર કરવામાં આવ્યા હતા થતા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન પણ યોજાઈ હતી બાળકો દ્વારા જન્માષ્ટમીને લગતુ વક્તવ્ય, ગીત જેવી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ,ગોકુળીયું ગામ તેમજ ગરબાં સાથે મટકી ફોડ કાર્યક્રમનું પણ વિશેષ આયોજન કરેલ હતું.વિદ્યાર્થીઓ માંથી કૃષ્ણ બનેલ નટખટ નાનાં-નાનાં કાનુડાએ પોતાની વાંસળી દ્વારા મટકી ફોડી. તેમાંથી ચોકલેટનો વરસાદ પણ કર્યો હતો.આ રીતે વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સ્વ(જન્માષ્ટમી) ની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને અહીં ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો જ્યારે સંસ્થા સ્કૂલના સંચાલક વિક્રમભાઈ નકુમ (વિડી) પણ કૃષ્ણ/રાધા સાથે ગરબાની પણ મોજ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી