સિહોર તાલુકાની સરેરાશ ૨૬ ઇંચથી વધુ વરસાદ વરસ્યો, ૬૨૨ મીમી સરેરાશ સામે ૬૬૭ મિમી વરસાદ વરસી ગયો

દેવરાજ બુધેલીયા
છેલ્લા ઘણા વર્ષોથી અપૂરતા વરસાદના કારણે સિહોર પંથક અછતનો સામનો કરી રહ્યું હતું જોકે આ વર્ષે મેઘરાજા સિહોર સાથે જેસરને બાદ કરતાં સમગ્ર જિલ્લામાં ઓળઘોળ થઈ ગયા હોઈ તેમ અવિવરત મેઘમહેર જોવા મળી છે ખાસ કરીને છેલ્લા વર્ષોથી અછતનો સામનો કરી રહેલા સિહોર શહેર અને પંથકમાં મેઘો મનમૂકીને વર્ષો છે સરકારી આંકડાઓ પ્રમાણે સિહોર શહેર પંથકમાં સરેરાશ ૬૨૨ મિમી ૨૫ ઈંચ સરેરાશ વરસાદ સામે આ વખતે ૬૬૭ મિમી ૨૬ ઇંચથી વધુ વરસાદ સિહોર અને પંથકમાં વરસી ગયો છે સિહોર શહેર અને તાલુકામાં છેલ્લા બે માસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. તબક્કાવાર રીતે વિવિધ વિસ્તારોમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. શરૂઆતમાં થોડા દિવસો પાણી વરસ્યા બાદ વચગાળાના અમુક દિવસો માટે મેઘરાજા વિરામ લઈ લેતા ફરી મન મુકીને મેઘરાજા વરસી રહ્યા છે મોટાભાગના વિસ્તારોમાં ખેતીના પાકમાં વરસાદના કારણે સારો એવો ફાયદો થયો છે. બીજી તરફ પાણી જમીનમાં ઉતર્યા છે. જેના કારણે આગામી ઉનાળામાં પણ કદાચ પાણીનો પ્રશ્ન નહીં સર્જાય તેવી આશા સેવાઈ રહી છે કારણકે સિહોરનું જીવસમા ગૌતમેશ્વર તળાવની સપાટી ૨૪ ફૂટને આંબવા આવી છે ત્યારે સિહોર શહેર માટે વર્ષો જૂનો પાણીનો પ્રશ્ન હલ થશે તેવી લોકોમાં પણ આશાઓ જાગી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here