કોઈ મોટી દુર્ઘટના સહેજમાં બચી, શહેરના ભરચક વિસ્તારમાં ઘટના બનતા થોડીવાર માટે ભાગદોડ મચી, પીજીવીસીએલ સાથે પોલીસ પણ દોડી ગઈ


સિહોર શહેરમાં આજે સવારે મુખ્ય બજારમાં જીવતો વીજ વાયર પડતા ભારે નાસભાગ મચી જવા પામી હતી શહેરના ધોળકિયા શેરી વિસ્તારમાં આજે સવારે પીજીવીસીએલનો એક જીવતો વીજ વાયર અચાનક રોડ પર ટપકી પડતા થોડા સમય માટે મેઈન બજારમાં ભાગદોડ મચી જવા પામી

સદનસીબે કોઈ દુર્ઘટના બની ન હતી પરંતુ બનાવને પોલીસ તંત્ર દોડી જઈને બન્ને તરફના રોડની અવરજવર બંધ કરી દીધી હતી અને પીજીવીસીએલ વિભાગ અને સ્ટાફ પણ તાકીદે દોડી જઇને મરામત કામ હાથ ધરીને જરૂરી કામગીરી કરી હતી ઉલ્લેખનીય છે આ વીજ વાયર અચાનક પડવાથી એક ફ્રુટની લારી ચાલકને નુકશાની ભોગવવાનો વારો આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે