બપોર પછી અનરાધાર વર્ષાથી સર્વત્ર પાણી પાણી, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

દેવરાજ બુધેલીયા
ભાદરવા માસમાં જાણે અષાઢી મેઘસવારી વરસી રહી હોય તેમ આજે સમગ્ર સિહોર પંથકમાં મેઘરાજાએ ઝરમર ઝાપટાંથી લઈ અનરાધાર અને ધોધમાર વરસાદ વરસાવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે આજે બપોરના સમયે મેઘરાજા ફરી પધાર્યા હતા અને સાંજ સુધી અનરાધાર પાણી વરસાવવાનું શરૂ રાખ્યું હતું આજ બપોરથી આકાશમાં પડાવ નાંખીને બેઠેલા કાળા ડિબાંગ વાદળોએ એકધારે વરસવાનું શરૂ કર્યું હતું. અનરાધાર શરૂ થયેલી મેઘકૃપા સાંજ સુધી શરૂ રહી હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  રોડ-રસ્તાઓમાં પાણી ભરાતા કેટલાક વાહનચાલકો ખાડામાં ખૂંપી ગયાના બનાવો બન્યા હતા. ગણેશ મહોત્સવમાં પણ વરસાદનું વિઘ્ન રહ્યું હતું. દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી ગયું હોવાનું મનાઈ રહ્યું છે. ધોધમાર વરસવાના મૂડમાં હોય તેમ વરસાદ વરસીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાંથી પાણી ફરી વળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here