ગઈરાત્રીના દાદાની વાવ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની તો આજે બપોરે ભાવનગર હાઇવે અમીન સોડા નજીક એસટી બસ અને બાઇક અથડાયા

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં ગઈરાત્રિથી આજ સુધી બે અકસ્માતની ઘટના બની છે સિહોર સ્થિત અમારા સહયોગી દેવરાજ બુધેલીયાના અહેવાલો મુજબ ગઇરાત્રે દાદાની વાવ પાસે બે કાર અને પીઆગો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માતની ઘટના બની હતી જેમાં દેવરાજનું કહેવું છે કે અકસ્માતની ઘટના બનતી વેળાએ બે કાર અને રીક્ષા એક સાથે ધડાકાભેર અથડાઈ હતી જે અકસ્માત એટલો ભયંકર હતો કે અવાજ પણ દૂર સુધી લોકોને સંભળાયો હતો આ બનાવમાં એક વ્યક્તિને ઇજા થવા પામી હતી જ્યારે બીજો બનાવ આજે બપોરના ભાવનગર રોડ અમીન સોડા નજીક ભાવનગર ધારી રૂટની એસટી બસ અને ટુ વ્હીલ વચ્ચે અકસ્માતની ઘટના બનતા દેવરાજ કહે છે બનાવને લઈ ભારે ટ્રાફિક સર્જાયો હતો વાહનોની કતારો લાગી હતી બનાવને લઈ સ્થળ પર તાબડતોબ પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિકને ખુલ્લો કરાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો આ બીજા બનાવમાં પણ એક વ્યક્તિને ઇજા થવા પામી છે ત્યારે બન્ને બે વ્યક્તિને ઇજા થઇ અને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે