હરેશ બુધેલીયા
સિહોરમાં છેલ્લા ઘણા સમયથી રઝળતા અને રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો રહ્યો છે. સિહોરની મુખ્ય બજાર સહિતના મુખ્ય માર્ગ ઉપર ઢોરોનો ત્રાસ વધી ચુક્યો છે. હજુ ગઈકાલે નગરપાલિકાની શાકમાર્કેટ બાજુમાં જ બે આખલાઓ વચ્ચે કઈંક વાકુ પડતા બાખડી પડયા હતા. આખલા યુદ્ધ ચાલ્યુ હતું. આથી માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો તથા બજારમાં ખરીદી કરવા આવેલા લોકોમાં આખલાના હડફેટથી બચવા નાસભાગ મચી ગઈ હતી.સિહોર શહેરમાં છાસવારે આખલાઓ બાખડી પડે છે. અને વાહનોને નુંકશાન પહોંચાડે છે. રાહદારીઓને તથા વાહન ચાલકોને પણ હડફેટમાં લેતા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બની ચુક્યા છે ત્યારે આખલા અને રખડતા ઢોરો ગામને મુક્ત કરાવવા તંત્ર મેદાને પડ્યું છે જોકે તંત્ર અને પ્રમુખ સહિત ચીફ ઓફિસરને પણ અહીંથી ગામની વતી એક વિન્નતી છે કે રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ રાખશો જે ગામના આશીર્વાદ સમાન કાર્યવાહી છે સાંજ પડે આ રખડતા ઢોરો અસંખ્ય લોકોને હડફેટ લેતા હશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here