અગ્નિકર્મ કપાસી જડ મૂળમાંથી મટાડવા ભવ્ય કેમ્પનું આયોજન
બ્રિજેશ ગૌસ્વામી
નિયામકશ્રી આયુષ ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વૈદ્ય શીતલબેન સોલંકી આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભાવનગર ના માર્ગદર્શન અન્યયવે મેડિકલ ઓફિસર બે.જે.જાધવ દ્વારા આયોજિત કપાસી અગ્નિ કર્મ સારવાર ચિકિત્સા કેમ્પનું આયોજન સિહોર જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આગામી તા.14.8.2019 ને શનિવાર ના રોજ સવારે 9.00 થી 12.00 સુધી જે.બી.પંડ્યા છાત્રાલય પેટ્રોલપંપ સામે દેના બેન્ક ની નીચે સિહોર ખાતે રાખવામાં આવેલ છે. સાથે જ સર્વ રોગ નિદાન કૅમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તો આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સ્થળ ઉપર વહેલા તે પહેલાં ના ધોરણે નામ નોંધવામાં આવશે. આયુર્વેદ ના નિષ્ણાત તબિબ વૈદ્ય દ્વારા સારવાર કરવામાં આવશે.