હરેશ પવાર
ગાય એ આપણી માતા છે, અને ગૌહત્યા એ પાપ છે, આ દેશમાં ગાયમાતાના નામે રાજકીય દાવપેચો અને ખેલો ખૂબ ખેલાઈ છે એ સૌ જાણે છે જોકે એ વાત આપડે અહીં નથી કરવી પરંતુ અહીં એક સિહોર નગરપાલિકાના કર્મચારી તરીકે ફરજ બજાવતા ગાય પ્રેમીની વાત છે સિહોરના માધવનગર ૨ માં રહેતા અને નગર પાલિકામાં એકાઉન્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા પરેશભાઈ ઉર્ફે ગટુભાઈ ભટ્ટ તરીકે જાણીતા જેઓના ઘરની બાજુમાં બિનવારસી ગાય આશરે 3 થી 4 માસ માંદગી અને મરણ પથારી એ હતી ત્યારે જેઓ જીવદયા અને ગાય પ્રેમી પરેશભાઈ ભટ્ટ દ્વારા સેવા ચાકરી કરી અને પશુ ડોક્ટર થી માંડી નિયમિત દવાઓ ખાણ ખવરાવી જે આજે પણ એકદમ તંદુરસ્તી ધરાવતી આ ગાય પરેશભાઈ ના ઘરે સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ ખાણ માટે આવી જાય છે અને આજે તેમના ઘરમાં પણ આરામ થી આંટો મારી આવતી આ ગાયમાતા પ્રેમથી આહાર કરતી હોય છે આ ગાયમાતા પણ એવું વિચારતી હશે કે હું મારા જીવન દાતા ને કેમ ભૂલી જાવ..બીજી તરફ વાત જો ગાયની સાચવણી કે, ગાયના પાલનની હોય તો ગાયના નામે રાજકારણ કરતા લોકો પણ શરમ અનુભવે એવું કામ નગરપાલિકાના કર્મી પરેશભાઈ કરી રહ્યા છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here