તંત્ર વિભાગ દ્વારા સતત રાત્રી સભાઓ: ગામડાઓમાં રાત્રી રોકાણ: દિવસ રાત ક્રમશ ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકો મિટિંગો, સરકારી વિવિધ વિભાગોમાં આકસ્મિક મુલાકાતો, નાયબ કલેકટરશ્રી ગોકલાણીની કામ કરવાની પદ્ધતિ સામેના અરજદાર કે સામાન્ય માણસના દિલ જીતી લેનારી છે

સલીમ બરફવાળા
દરેક સરકારી વિભાગોમાં અધિકારીઓ આવતા જતા રહે છે ફેરબદલીઓ થતી રહે છે એ ક્રમશે ચાલતું રહે છે અને જેમ માણસની જિંદગીમાં સુખ દુઃખ જીવનનો એક ભાગ છે એજ રીતે સરકારી તંત્ર વિભાગોમાં અધિકારીઓની ફેર બદલીઓ ચાલતી રહે છે પરંતુ અમુક અધિકારીની કામગીરી અને કામ કરવાની પદ્ધતિ સામાન્ય માણસના દિલ જીતી લેનારી હોઈ છે હાલ સમગ્ર રાજ્ય અને દેશમાં એક બુમરાણ ઉઠી છે કે સરકારી વિભાગોમાં સામાન્ય થતા કામો ભષ્ટાચાર કે પૈસા વગર નથી થતા..એક રેશનકાર્ડ કઢાવવા માટે પણ પૈસા આપવા પડતા હોવાની વાત પ્રજામાં થતી હોય છે અને થતી રહે છે..પરંતુ એ બુમરાણને અહીં નકારી શકાશે..આજે પ્રજાના માણસ સિહોરના નાયબ કલેકટરશ્રી ગોકલાણીની અહીં વાત કરવી છે અધિકારીઓ ફરજ પર આવતા જતા રહે છે પરંતુ અમુક સરકારી વિભાગના અધિકારીઓની કામ કરવાની પદ્ધતિ સામાન્ય માણસના માનસપટ ચીપકી જતી હોય છે..એક અધિકારી પ્રજાના પ્રશ્નોનું કઈ રીતે નિરાકરણ કરવું..સરકારી વિભાગોમાં અરજદારોની સમસ્યા કઈ રીતે દૂર થાય..એક સામાન્ય માણસની સમસ્યાની પીડા કઈ રીતે દૂર કરી શકાય..ગ્રામ્ય વિસ્તારોમાં તેમના લેવલથી લોકોની સમસ્યા લોકોના પ્રશ્નો કેવી રીતે હલ કરી શકાય..જો એ શીખવું હોઈ તો અધિકારીશ્રી ગોકલાણી પાસેથી શીખવુ પડે..અને એમના પાઠ ભણવા પડે તે કહેવું યોગ્ય ગણાશે..નાયબ કલેક્ટરશ્રી ગોકલાણી મોટા ભાગનો સમય સરકારી કચેરી લોકોના પડતર પ્રશ્નો..લોકોને પડતી હાલાકી..સમસ્યાઓ જાણવામાં વિતાવી લોકોના પડતર પ્રશ્નો અને સમસ્યાઓને દૂર કરી રહ્યા છે સિહોર ઉમરાળા વલભીપુર વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા રાત્રી મુકામ અને સભાઓ બેઠકો મિટિંગોના કાર્યક્રમ થઈ રહ્યા છે કાર્યક્રમ થકી લોકોને ઘેર બેઠા જ વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થઇ રહ્યું છે અને બેઠક મિટિંગોઓમા અધિકારીશ્રી ગોકલાણી ખાસ ઉપસ્થિત રહે છે અને સામાન્ય માણસની સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય.. જે તે તંત્રને સૂચનો કરીને સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે..અત્યાર સુધીમાં સિહોર ઉમરાળા વલભીપુર વિસ્તારોમાં અસંખ્ય ગામડાની બેઠકો ગ્રામ સભાઓ યોજાઈ છે પ્રજા વચ્ચે જઈ રાત્રી રોકાણના કાર્યક્રમ થઈ રહ્યા છે અને અધિકારીશ્રી ગોકલાણી અને ટિમ દ્વારા વિવિધ સરકારી વિભાગો, ગ્રામ પંચાયતો, વિવિધ પ્રાથમીક શાળાઓની મુલાકાત, આંગણવાડીની આકસ્મિક મુલાકાતોનો દોર શરૂ છે..જે તે વિભાગોને જરૂરી સૂચનો માર્ગદર્શન દર્શન અપાઈ રહ્યું છે ત્યારે પ્રજાના માણસ અધિકારીશ્રી ગોકલાણી અને ટિમની કામ કરવાની પદ્ધતિને અહીં બિરદાવવી પડે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here