
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરમાં એક તરફ પીવાના પાણીની તંગી ચાલી રહી છે અનેક વિસ્તારોમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે સત્ય છે પાણીની તંગી અને દેકારાઓ વચ્ચે આજે નગરપાલિકા પાણીનું ટેન્કર મારી જતા ટેન્કરને ભારે મોટું નુકશાન થયું છે સિહોર નગરપાલિકા વિસ્તારમાં અનેક વિસ્તારોમાં તંત્ર દ્વારા ટેન્કરોથી પાણી પૂરું પાડવામાં આવે છે આજે નગરપાલિકાનું પાણી ટેન્કર ભાવનગર રોડથી પસાર થતું હતું તે વેળાએ અકસ્માત સર્જાતા ટેન્કરને ભારે મોટું નુકસાન થયું હતું એક મેજિક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે જોકે એક ચર્ચા એવી પણ સામે આવી રહી છે કે નગરપાલિકા ચાલતા પાણીના ટેન્કર ચાલકો પણ અત્યંત બેફિકરાઇ ચલાવતા હોવાની બનાવ સ્થળે પણ ચર્ચા ચાલી હતી બનાવને લઈ કોઈ જાનહાની થવા પામી નથી અને હાઇવે પર ટ્રાફિક સર્જાયો હતો એક વ્યક્તિને ઇજા પણ થઈ હોવાની પ્રાથમિક વિગતો મળી હતી