૨૯મી સુધી કાળી પટ્ટી સૂત્રચાર સહિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમ, ફરી પછી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો અચોક્કસ મુદતની હડતાળની કર્મચારીઓની ચીમકી

હરીશ પવાર
વિવધ પડતર પ્રશ્નોને લઇને રાજયના મહેસુલી કર્મચારી મંડળે શરૃ કરેલ લડતના ભાગરૃપે આજે સિહોરના કર્મચારીઓએ મામલતદાર કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો હતો ગુજરાતના રાજયના મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે કર્લાકને પ્રમોશન આપીને નાયબ મામલતદારનો હોદ્દો આપીને જે તે જગ્યાએ મુકવાના બદલે અન્ય જિલ્લાઓમાં મુકવા સામે વિરોધ કરાયો હતો.સાથે જ નાયબ મામલતદારોની સીનીયોરીટી યાદી તૈયાર કરવા અંગે પણ રજુઆત કરાઇ હતી કારકુન-રેવન્યુ તલાટી વચ્ચે રેશીયાની બાબતે યોગ્ય નિતી અપનાવી કોઇ પણ પક્ષે અન્યાય ના થાય તે રીતે યોગ્ય નિરાકરણ લાવવા નક્કર નિર્ણય કરવા પણ તાકીદ કરાઇ હતી.સાથે જ રાજયમાં 2400 જેટલી નાયબ મામલતદારની જગ્યા ખાલી છે.તે બાબતે પણ કોઇ નિર્ણય થયો નથી.આવા વિવિધ પડતર પ્રશ્નોને લઇને સિહોર ખાતે કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી ત્યારે મહેસુલ કર્મીઓની આવેલી અખબાર યાદીમાં ઉલ્લેખ છે કે આગામી સોમવાર 19-8-19 થી 23-8-19 સુધી વર્ક ટુ રૃલ અને કાળી પટ્ટી બાંધી વિરોધ કરાશે.26 મી ઓગસ્ટે માસ સી.એલ અને જિલ્લા કચેરીએ સુત્રોચ્ચાર કરવામાં આવશે.અને ત્યાર પછી પણ સરકાર તરફથી કોઇ હકારાત્મક પ્રત્યુતર ના આવે તો 29 મી ઓગસ્ટથી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે.