દેવરાજ બુધેલીયા
સિહોરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે આજે શનિવારના રોજ શાળામાં અભ્યાસ કરતાં ધોરણ – ૧ થી ૧૨ નાં વિધાર્થીઓ દ્વારા સમાજ સેવાના એક ભાગરૂપે જરૂરીયાતમંદ ગરીબ અને પછાત બાળકોને પોતાની પાસે હોય પણ તે વસ્તુઓનો ઉપયોગ થતો ન હોય તેવી વસ્તુઓને આ જરૂરીયાતમંદ અને ગરીબ બાળકોને આપવાનું એક ભગીરથ કાર્ય શરૂ કરેલ છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં જરૂરીયાતમંદ બાળકોને સ્કૂલ બેગ, શિયાળાના સ્વેટર, યુનીફોર્મ, બુટ-મોજા, સ્ટેશનરી, વોટરબોટલ, લંચ બૉક્સ, પેન, પેન્સીલ, રબ્બર, ફુટપટ્ટી, બુક, પેડ, કટલેરી, જુના કપડા,રમકડા, નાસ્તો, ઓછાડ-ચાદર, શાલ વગેરે જેવી અનેક વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા આ ગરીબ બાળકોને આપીને આ સેવાકીય યજ્ઞમાં પોતાની સેવાની આહુતી આપેલ છે. આ તમામ વસ્તુઓ અશિક્ષીત, ગરીબ અને પછાત વિસ્તારના બાળકોના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર પ્લોટ વિસ્તાર, રામનગર, નવા ગુંદાળા, વસાહત, સિહોર નાં સંચાલકશ્રી અશોકભાઇ એન. મકવાણા નાં માધ્યમ થી ૧૩૫ જેટલા વિદ્યાર્થીઓ ને આપવામાં આવેલ છે. હજી વધુમાં વધુ સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે બાળકોએ સમાજસેવા, જનસેવા અને જીવદયાની નાની-મોટી સેવાકીય પ્રવૃતિ કરવાનો નીર્ણય કરેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરિવારના તમામ સભ્યોએ યથાશક્તિ પોતાનું યોગદાન આપેલ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here