હરેશ પવાર
ચોમાસા બાદ સિહોર આ શહેર ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે, જેમાં ડેંગ્યુ, મલેરીયા સહિતના પાણીજન્ય રોગના કેસ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ફોંગીગ, પત્રીકા વિતરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડેંગ્યુના અટકાયતી પગલાના ભાગરૂપે વધવાના પગલે આરોગ્ય વિભાગે દવા છંટકાવ, ફોંગીગ, લોક જાગૃતી માટે પત્રીકા વિતરણ, પ્રચાર, જુથ ચર્ચા વગેરે કામગીરી હાથ ધરી છે. આરોગ્ય વિભાગે લોકોના સહકારની પણ અપીલ કરી છે અને લોકોએ પણ ઘરમાં સફાઈ સાથે પોરાનાશક કામગીરી કરવી જરૂરી બની રહે છે. ઘરની આસપાસ પાણી ભરાવા દેવુ નહી, ગંદકી ફેલાય નહી તેનુ ધ્યાન રાખવુ સહિતની કામગીરી કરવા લોકોને આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here