
દેવરાજ બુધેલીયા
ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે સિહોર ખાતેના શ્રીજીનગર વિસ્તારમાં બજરંગદાસ બાપા સંચાલિત બાપાની મઠુલીની દસ વર્ષ પહેલાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેને આજકાલ કરતા એક દાયકો આજે પૂરો થયો છે જેના ભાગરૂપે આજે મઠુલી ખાતે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ધ્વજારોપણ, ચરણ પાદુકાપૂજન, બાપાની મહાઆરતી, બાપાની પાલખી યાત્રા, મહાપ્રસાદ, બહેનોનો સત્સંગ, સહિત અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં શ્રીજીનગર સોસાયટી સહિત શહેર માંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા