મુખ્યમંત્રી એ ગાંધીનગર ખાતેથી કર્યું ઇ-લોકાર્પણ, મંત્રી વિભાવરીબેન દવે,ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી પણ જોડાયા, મેયર,કમિશનર સહિતના લોકો રહ્યા ઉપસ્થિત.


સલીમ બરફવાળા
ભાવનગર શહેરમાં તૈયાર થયેલા અને તૈયાર થનારા વિકાસના કામો ના રૂ.૨૫૫ કરોડ ના વિકાસના કામો નું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત ના કાર્યક્રમનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરના રાજકોટ રોડ ગૌરવપથ શાસ્ટ્રીનગર થી આર.ટી.ઓ સર્કલ થઈ દેસાઈનગર પેટ્રોલપંપ સુધીના રૂ.૧૧૫.૫૯ કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થનાર ફ્લાયઓવર બ્રિજ,૧૧૯.૮૪ કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થનાર ૧૨૫૨ ઇ.ડબલ્યુ .એસ-૨ પ્રધાનમંત્રી આવસ યોજના ના આવાસો,૮૦ ઇ ડબલ્યુ એસ-૧ આવાસોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ ગંગાજળિયા તળાવ ડેવલપમેન્ટ નું રૂ.૧૦.૫૩ કરોડ ના કામો,રુવા અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું નવું બાંધકામ અને આરોગ્ય સુવિધા તેમજ આનંદનગર અને તરસમિયા હેલ્થ સેન્ટર ના ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કરાયું હતું.જેમાં તેની સાથે રાજયમંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા હતા જ્યારે ભાવનગર સરદારનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,મેયર,કમિશનર સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here