સરકારના બનાવેલા નિયમો કેવા અમલી થાય છે એ સૌ કોઈ સારી રીતે જાણે છે, જો તંત્ર નીતિથી તપાસ આદરે તો ઘણું બહાર આવશે !

સંસ્થાઓ નજીક વેચાતી સમોસા સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓમાં નશીલો પદાર્થ સાથે વેચાણ થતું હોવાની પ્રાથમિક વાત સામે આવી, તંત્ર તપાસ કરે તે જરૂરી

અહેવાલ મિલન કુવાડિયા
સિહોર સાથે ભાવનગર શહેર અને જિલ્લાની અંદર શૈક્ષણિક સંસ્થાઓની બહાર અને નજીકના વિસ્તારમાં લારી, દુકાનો કે ગલ્લામાં વહેંચાતી ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે ચા,સમોસા,સેન્ડવીચ,પફ જેવી વસ્તુઓમાં નશીલી પદાર્થો ઉમેરીને વિધાર્થીઓ ને વહેંચતા હોવાની વાતો સાંભળવામાં આવી રહી છે. સરકાર દ્વારા વિધાર્થીઓના સ્વાસ્થ ના રક્ષણ માટે અનેક નિયમો ઘડ્યા છે. પરંતુ એ બધા નિયમોનું સરકારશ્રી ના કર્મચારીઓ કેવું પાલન કરાવે છે એ તો સૌ કોઈ સારી રીતે જાણે છે. આવા ખાદ્ય પદાર્થોમાં નશીલી વસ્તુઓના ભેળસેળ ની વાતો મળી રહી છે તે અંગે તંત્રએ લાલ આંખ કરીને તપાસ કરવી યોગ્ય બને છે.

આવી વિધાર્થીઓ ના સ્વાસ્થ સાથે ચેડાં કરતી પ્રવૃતિઓ ઉપર રોક લાવવો જરૂરી છે. સિહોરમાં પણ અનેક શેક્ષણિક સંસ્થાઓ સાથે ભાવનગર માં કાલિયાબીડ એટલે શૈક્ષણિક સંસ્થાઓ નું પીઠું કહેવાય છે જે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓની નજીકમાં ગુટખા અને સિગરેટ નું તો ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે ને આજુબાજુમાં સ્મોકિંગ ઝોન બનાવી થોડા નફા માટે દેશની યુવા પેઢી ને નશા તરફ ધકેલી રહ્યા છે ત્યારે તંત્ર પણ તપાસ કરે તો હકીકત બહાર આવી શકે છે અને આ અંગે વાલીઓએ ઓન એટલું જ જાગૃત બનવું જરૂરી છે બીજી તરફ તંત્ર તપાસ કરે તે વાત પણ બુદ્ધિજી વર્ગમાં ઉઠી છે તંત્ર મૂંગે મોઢે વિધાર્થીઓના ભવીને ધૂંધુલું થતું જોઈ રહી છે.

તંત્ર જાગે કે ના જાગે આમ તો તંત્ર મોટી ઘટના સિવાય જાગતું હોય એવું ભાગ્યેજ જોવા મળે છે ત્યારે વાલીઓ દ્વારા પોતાના બાળકો ઉપર નજર અને નિયંત્રણ રાખવું જરૂરી બની ગયું છે. જો તમારા બાળકો ને તમે બહાર નાસ્તો કરવા માટેના રૂપિયા આપતા હો તો એની શાળા આસપાસ મળતા ખાદ્ય પદાર્થો ખરેખર સ્વાસ્થ વર્ધક અને નશીલા પદાર્થો મેળવ્યા વગરના છે કે નહીં તે ચકાસવું તમારા બાળકને ભાવિ માટે જરૂરી છે. તમારું બાળક ખોટી સંગત માં આવીને તમાકુ કે સિગરેટ ના વ્યસને નથી ચડી ગયુંને એ પણ ધ્યાન રાખવું હવે જરૂરી બની ગયું છે કેમ કે તંત્ર કાયદા ના પાલન જેમાં કરવાના છે તેમાં ઉણું જ ઉતર્યું છે એ સૌને સારી રીતે જાણ છે.

બોક્સ.

પહેલી જવાબદારી વાલીઓની છે પોતાના બાળકની અભ્યાસ સાથે દિવસભરની નજર રાખે..બાળક ની પ્રવૃત્તિ કેવી છે..તેની વર્તણુક માં કેવા ફેરફાર છે..તેના મિત્રો કોણ છે..એ સૌથી પહેલી જવાબદારી વાલીઓની છે ક્યાંક મોડું નો થઈ જાય તમારો લાડલો કે લાડલી ને હંમેશા માટે ખોય બેસો માટે સૌ વાલીઓએ જાગવાની જરૂર છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here