મૂર્તિ પ્રતિષ્ઠામાં રાત્રે માયાભાઈ કીર્તિદાન સહિતના કલાકારોએ રંગ જમાવ્યો

દેવરાજ બુધેલીયા
સિહોરના ચોગઠ ગામે તા.૧ માર્ચે ને રવિવારે જોગી શ્રી રામબાપુ રાવળદેવની સમાધિ નવ નિર્માણ એવમ મૂર્તિ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં આ પ્રસંગે રાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સંતવાણી માં સુરના સરતાજ કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, લોક ગાયક જીજ્ઞેશ કવિરાજ, નાજાભાઈ આહીર, પોપટભાઈ માલધારી, કાળુભાઇ ચૌહાણ, સહિતના નામી અનામી કલાકારો એ અડધી રાતે દી ઉગાવ્યો હતો. કલાકારો ને સાંભળવા આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા. માયાભાઈ અહિરે સાહિત્ય સાથે રમુજની વાતોથી લોકોને મોજ પાડી દીધી હતી.મોગલ છોરૂ કીર્તિદાન ગઢવિના સુરોએ પ્રેક્ષકોના ડોલાવ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here