સિહોર અટલભવન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા પરંતુ શબ લઈ જવા માટેની શબવાહીની બે દાયકા કરતા પણ જૂની
હરેશ પવાર
સિહોર નગરપાલિકાનો વહીવટ કાયમ ચર્ચામાં રહે છે સિહોર નગરપાલિકા સેવાસદન જે મીની સચિવાલય જેવું અદ્યતન કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થયું પરંતુ આ નગરપાલીકા ના ગેરેજ વિભાગ માં ઇમરજન્સી સાધનો દાતા ઓનાં દાન થી મળતું આવ્યું છે. જે અંગે સિહોર જયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર તેમજ સિહોર ના વતની ઓ મુંબઈ મિત્ર મંડળ દ્વારા સહયોગ થી તત્કાલીન પ્રમુખ શ્રી સ્વ દિપસંગ ભાઈ સોલંકી ના વરદ હસ્તે વર્ષ૧૯૯૮માં મીની “શબવાહિની” જે સિહોર ના સાંકડા રસ્તા ગલીઓ કે શેરી ઓ માં જઈ શકે તેવી આધુનિક શબ વાહિની અર્પણ કરવામાં આવેલ.
જેને લઇ આજે ૨૩ વર્ષ થયા અને હાલ ખખડધજ હાલતે છે અને આર.ટી.ઓ વિભાગ ના નિયમ મુજબ” કંડમ” તરીકે ગણાતી હોય તેમ છતાં આ ગેરેજ વિભાગ ની બેદરકારી ને લઈ અનેક વખત ચાલુ શબ લઈ જતી વખતે ગાડી ખોટવાઈ ગઇ હોય કે એન્જિન. લાઈટિંગ કે ટાયરો સાથે વ્હીલ નીકળી ગયા હોય તેવી ઘટના ઓ અગાઉ બની હોય તેવુ ચર્ચાઈ રહ્યું છે તેમજ આવા “કંડમ.” સાધનો ને હાઇવે ટ્રાફિક પોલીસ કે આર.ટી.ઓ વિભાગ કેમ ચૂપ છે.
આ બાબતે સિહોર એસ ડી.એમ કે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવી જોઈએ અને આ શબવાહિની ને થૂંક વાળા થીગડા મારી લોલમલોલ ચલાવી રહ્યાં છે કોઈ અઘટીત ઘટનાઓ બનશે તેના જવાબદાર કોણ ?..અને હાલ દાતા ઓનાં દાનથી જીવતદાન થી જ આ ઇમરજન્સી સેવા ચાલુ છે.પરંતુ સિહોર નગરપાલિકા ઇમરજન્સી સેવા માટે નવી શબવાહિની તેમજ એમ્બ્યુલન્સ સહિત અન્ય સાધનો માટે કેમ આળસ મરડી રહી છે..ખોટા ખર્ચા ઓ ને કાપ મૂકી અને સિહોર ના વિકાસ માટે જરૂરિયાત સાધનો વસાવવા ખાસ જરૂરી છે…