ભ્રષ્ટ કોણ? તું’ય નહીં ને હું’ય નહીં… ભ્રષ્ટ તો આ વરસાદ છે, જેમાં દર વર્ષે રોડ ધોવાઈ જાય છે… હં…હ

દેવરાજ બુધેલીયા
વરસાદ આવે એટલે દર વર્ષે રોડ રસ્તા ધોવાઈ જવા અને ખાડાઓ પડી જવાની અઢળક ચર્ચાઓ થાય છે. દર વર્ષનું આ જાણે હવે નિત્યક્રમ બની ગયું હોય. આ વખતે પણ સિહોર કે રાજ્યમાં જ્યારે સામાન્ય અમથો વરસાદ શરૂ થયો ત્યારથી જ ઘણા વિસ્તારોમાં તો રોડ રસ્તાની બુમો પડવા લાગી હતી. રોડ રસ્તાની ખરાબીના ઘણા વીડિયો, ફોટોઝ અને ચર્ચાઓ સામે આવ્યા છતાં તંત્ર અને રોડ બનાવનારને કોઈ જાણે પડી જ નહીં હોય તેમ આવી સ્થિતિ દર વર્ષની બની ગઈ છે. સાંઠગાંઠ એટલી સખ્ત હોય કે જેમાં ભ્રષ્ટ કોને ગણવું તે કદાચ બિરબલ પણ આવે તો પણ કહી શકે નહીં, અને કહે તો સાબિત કરી શકે નહીં.

જ્યાં ત્યાં આ જુગલજોડી જોખમમાં મુકાય ત્યારે કોઈની સામે એક્શન લેવાની ક્ષણો આવતી હોય છે અહીં ભાવનગર રાજકોટ હાઇવે સિહોર અને ભાવનગરથી ધોલેરા ખાતેના સ્ટેટ હાઈવેની વાત છે ભષ્ટાચારની પરાકાષ્ટા તો જુઓ તમારે આવા રસ્તે ફરવું પડશે પણ માસ્ક નહીં હોય તો ૧૦૦૦ રૂપિયા દંડ તૈયાર રાખજો..આ પ્રકારની લોકો ભાજપ સરકારને કટાક્ષ કરી રહ્યા છે અને સત્ય જોઈ નિર્ણય કરવાનું આડકત્રી રીતે લોકો કહી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ધોલેરાને ફોરેન જેવું બનાવી દેવાની વાતો ઘણા નેતાઓ કરી ગયા. હાલ ભેટ સ્વરૂપે જાણે આ નેતાઓએ લોકોને ડાન્સીંગ રોડ આપ્યો છે. ત્યારે લગભગ દરેક પરેશાનીમાં તંત્ર કે રોડ બનાવનારાને ભાંડી રહ્યા હશે પણ તંત્ર કે રોડ બનાવનાર વરસાદને ભાંડી રહ્યા હશે…. આ વરસાદ પણ છેને… … …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here