સમગ્ર મામલો મારામારી કેસનો, જે વ્યક્તિએ પોલીસ અધિકારી સામે આક્ષેપો કર્યા છે તેનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને પ્રામાણિક પોલીસ સામે આક્ષેપો કરેલા છે, ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા થઈ રજુઆત

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં આજે છેક જામકંડોરણા ગામે બનેલી ઘટનામાં પોલીસ અધિકારીના સમર્થનમાં રજૂઆતો થઈ છે અને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા કરાઈ છે વાત એમ છે કે જામકંડોરણાના માનવભાઈ મૂળ પીપરડીના હાલ જામકંડોરણા રહેતા અનિરુદ્ધસિંહ દોલુભા જાડેજા દ્વારા માર મારવામાં આવેલ એવી અરજી અરજદાર માનવભાઈ દ્વારા અરજી આપવામાં આવી હતી આ અરજી ના આધારે પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરતા જે કાર્યવાહી થઈ એ સારું નહીં લાગતા અનિરુદ્ધસિંહ જાડેજા દ્રારા પોલીસ પર માર મારવાના ખોટા આક્ષેપો કરી ને દવાખાને દાખલ થઈ જોકે આ ઈસમ નો ગુન્હાહિત ઇતિહાસ જોવામાં આવે તો તેના વિરુદ્ધ જામકંડોરણા પોલીસ સ્ટેશન માં દેશી દારૂ ના કેશો , ઈંગ્લીશ દારૂ ના કેશો , જુગાર , મારામારી ના એમ ૧૩ થી ૧૪ ગુન્હાઓ પોલીસ ચોપડે ચડેલ છે.

તેમ છતાં આવી લુખખાગીરી કરવી , ધાકધમકી મારામારી કરવી એ તેમના માટે સામાન્ય બાબત થઈ ગયેલ છે . આવા ગુન્હાહિ ઇતિહાસ ધરાવતા લોકો કાયદો વ્યવસ્થા ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.પણ હાલ માં જામકંડોરણા પોલીસ સ્ટેશન માં પ્રમાણિક સ્ટાફ તથા પ્રમાણિક અને કડક અધિકારી પી.એસ.આઈ.જે.યુ. ગોહિલ હોવાને લીધે જામકડોરણા માં ક્રાઇમ રેટ ઓછો થયેલ છે . આવા પ્રમાણિક ઓફિસર તથા પોલીસ સ્ટાફ પર જે આક્ષેપો થયા છે જે ખોટા છે . એટલે એ આક્ષેપ ના વિરુદ્ધ માં અમે પોલીસ પ્રશાસન ને સમર્થન આપી ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંગઠન દ્વારા સિહોર ખાતે રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here