આરસીસી રોડનું લોકાર્પણ અને નવાનીર વધામણાં


બ્રિજેશ ગૌસ્વામી
સિંહોર શહેરના અમદાવાદ રોડ પર આવેલ ઘાંઘળી ફાટકની સમસ્યા લોકો માટે હળવી બનશે ઘાંઘળી ફાટકથી નેસડા ફાટક સુધીના રોડનું લોકાર્પણ આજે થયું છે અને સાથે સિહોર ગૌતમેશ્વર તળાવમાં આવેલ નવાનીરના વધામણાં થયા છે ખાસ કરીને સિહોર રેલવે ફાટકની સમસ્યા અતિ પેચિદી બની હતી ફાટક બંધ સમયે લોકોનો મહામૂલ્ય સમય વેડફાતો હતો જેથી ફાટકના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

જ્યારે સિહોર નગરપાલિકા દ્વારા ૧૪માં નાળાપંચ યોજનાની ગ્રાન્ટમાંથી આરસીસી બનાવી સિહોર રેલવે ફાટક સમસ્યાને હળવી કરી છે આજે ગુજરાત રાજ્યના મંત્રી અને ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય પરષોત્તમભાઈ સોલંકીની ટેલિફોનિક શુભેચ્છાઓ સાથે રાજ્ય હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમ, ઉ.પ્રમુખ ચતુરભાઈ રાઠોડની સવિશેષ હાજરીમાં ઘાંઘળી ફાટક રોડથી નેસડા ફાટક રોડ સુધીના

રોડને પંડિત દિનદયાળ ઉપાધ્યાય માર્ગ નું નામાંકરણ તેમજ લોકાર્પણ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતા તેમજ સિહોર અને જિલ્લામાં કુદરત મહેરબાન થતા ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થવાની અણી છે ત્યારે આજે નવાનીરના વધામણા તળાવ ખાતે કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સિહોર શહેર ના સ્થાનીક હોદેદારો, કાર્યકર્તા સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here