મત આપીને પ્રજા મૂંગે મોઢે સહન કરે છે એટલે જ એ ભોગવે છે એ નક્કી- મત માગીને ખુરશીએ બેસાડ્યા છે તો પૂછવાનો પણ હક છે પ્રજાને


બ્રિજેશ ગૌસ્વામી : હરેશ પવાર
સિહોરના નગરપાલિકાના નવા ભવનના જ્યારથી પાયા માંડ્યા ત્યારથી જ કોઈના કોઈ વિવાદમાં ફસાતું જ રહે છે. હવે ફરી મોટો વિવાદ પ્રજા માટે બહાર આવ્યું છે. આજે અટલ ભવનમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે અહીં અટલ ભવનમાં રહેલ દેશના પૂર્વ સફળ વડાપ્રધાન અટલજી ની પ્રતિમાં ને જાણે રાતોરાત પગ આવી ગયા હોય તેમ પ્રતિમા અદ્રશ્ય થઈ જતા ભારે કુતુહલ સાથે વિવાદ જાગ્યો છે. ત્યારે અહીંના પાલિકાના જવાબદાર સત્તાધીશો પણ પોતાનું મોઢું સંતાડી રહ્યા છે. ત્યારે આ બધો ખર્ચો તો પ્રજાના ભરેલા પૈસાથી જ થાય છે ત્યારે પ્રજા જ મૂંગા મોઢે આ બધું કેટલી હદ સુધી સહન કરશે તે પણ વિચારવા જેવી બાબત છે. રાતોરાત લાખો રૂપિયાની પ્રતિમા ગાયબ થઈ જાય તે પણ માનનીય પૂર્વ વડાપ્રધાન અટલજી ની અને અહીંના સત્તાધીશો અને પાણી વગરનું વિપક્ષ અને સંવેદનહીન બનેલી પ્રજા મુંગા મોઢે આ તમાશો જોઈ રહે તેથી મોટી કરુણતા આ ગામની શુ હોઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here