શહેર કોરોનામુક્ત થાય અને સર્વાગી વિકાસ જનઆરોગ્ય સ્વસ્થ થાય તેવી ગૌતેમશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી


બ્રિજેશ ગૌસ્વામી : દેવરાજ બુધેલીયા
સિહોરની જીવાદોરી સમાન ગૌતમેશ્વર તળાવ આ વર્ષે નવા નીર આવવાથી તળાવ છલોછલ ભરાયુ છે જેથી શહેરના નાગરીકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ છે ગૌતમેશ્વર તળાવ છલકાતા ચારે કોર ખુશી નો માહોલ જોવા મળી રહયો છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સમિતિ પણ આ ગૌતમેશ્વર તળાવ મા આવેલ નવાનીર ને ગઇકાલે રવિવારે સાંજના સમયે હર્ષભેર વધામણા કરવામાં સાથે શહેર સંપૂર્ણ કોરોના મુકત થાય,નવા નીર થકી સિહોરીજનો નુ આરોગ્ય સ્વસ્થ થાય, અને શહેર નો સર્વાગી વિકાસ થાય તેવી પ્રાર્થના ગૌતમેશ્વર મહાદેવ ના ચરણો મા કરવામાં આવી હતી અહીં શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયદિપસિંહ ગોહિલ, કિરણભાઈ ઘેલડા, ધીરૂભાઈ ચૌહાણ,કિશનભાઇ મહેતા,મુકેશભાઈ જાની, નૌશાદભાઇ કુરેશી, વહિદાબેન પઢીયાર, ચેતનભાઇ ત્રિવેદી, અનિલભાઈ પ્રબતાણી, યુવરાજ રાવ, રફીકભાઈ મંમાણી,ભાવિન મહેતા, દર્શક ગોરડીયા, ધવલસિહ પલાણીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો એ હર્ષભેર નવા નીર ના વધામણા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here