સિહોરના મુખ્યમાર્ગો સમારકામના અભાવે વાહનચાલકો માટે જોખમી બન્યાં

હરેશ પવાર
સિહોર શહેરના મુખ્ય માર્ગોનું તંત્ર દ્વારા અવાર નવાર સમારકામ કરવામાં આવે છે. ત્યારે ગુણવતા વગરની કામગીરી કરાતી હોય તે પ્રકારે ચોમાસાની મોસમ બાદ માર્ગોની હાલત પણ ખરાબ થઇ જતી હોય છે. તાજેતરમાં થયેલાં વરસાદમાં ધોવાઇ જતાં અવર જવર કરતાં વાહનચાલકો માટે પણ જોખમી બન્યો છે. હાલમાં ઠેકઠેકાણે માર્ગમાં ગાબડા પડી જવાથી વાહનચાલકોને અકસ્માતના ભયે પસાર થવાની નોબત આવી છે. મુખ્યમાર્ગો પાછળ તંત્ર દ્વારા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવે છે ત્યારે ગુણવતા વગરની કામગીરી કરવામાં આવતી હોય તેમ ચોમાસાની મોસમમાં આ માર્ગો તંત્રની પોલ પણ ખોલી રહ્યા હોય છે. તાજેતરમાં થયેલાં વરસાદમાં શહેરના ઘણા મુખ્ય અને આંતરીક માર્ગો ધોવાઇ જવા પામ્યાં છે.

સૌથી વધુ વાહનોની અવર જવર વાળા મુખ્યમાર્ગો પણ બિસ્માર બની જવાથી વાહનચાલકોને પણ અકસ્માતના ભયે અવર જવર કરવી પડે છે. શહેરના મુખ્ય માર્ગ ભાવનગર રાજકોટ હાઇવે ટાણા તરફ જવાનો માર્ગે રોજના હજારો વાહનચાલકો અવર જવર કરી રહ્યાં છે. વરસાદમાં ધોવાયા બાદ આ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ ઠેકઠેકાણે ગાબડા પડી ગયા છે. જે વાહનચાલકો માટે પણ જોખમી બન્યાં છે.માર્ગ બિસ્માર બની જવાના કારણે વાહનચાલકો માટે પણ જોખમી બની ગયો છે.

ચોમાસાની મોસમે વિદાય તો લઇ લીધી છે ત્યારે તંત્ર દ્વારા હજી સુધી બિસ્માર બનેલાં માર્ગોનું સમારકામ કરવામાં નહીં આવતાં અકસ્માતના ભય હેઠળ પસાર થઇ રહેલાં વાહનચાલકોને પણ અવર જવર કરી પડે છે. તંત્ર દ્વારા દર વર્ષે માર્ગો પાછળ કરવામાં આવતો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતો હોય તે પ્રકારે ગુણવતા વગરની કામગીરી હાલમાં બિસ્માર બનેલાં માર્ગોની પરિસ્થિતિ ઉપરથી જોવા મળી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here