નવરાત્રી ઉજવણી પ્રસંગે સરકાર ની કોવિડ ૧૯ નવી ગાઈડલાઈનને ધ્યાનમાં લઈને મળેલી બેઠકમાં જરૂરી વિમર્શ થયો

હરેશ પવાર
સિહોર મામલતદાર કચેરી ખાતે મામલતદાર નિનામાંની અદયક્ષ સ્થાને નવરાત્રીની ઉજવણીને લઈ બેઠક મળી હતી.જેમાં નવરાત્રી ઉજવણી લઈ સરકારી ના પરિપત્ર ૧૬/૧૦/૨૦૨૦ થી અમલવારી અપનાવવી પડશે.
જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહીં.નવરાત્રી દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રની પૂર્વ મંજૂરી મેળવવા ની રહેશે.જાહેરમાં ગરબી/મૂર્તિ ની સ્થાપના પૂજા આરતી કરી શકાશે.

કાર્યકમ માં ફોટા અથવા મૂર્તિ ને ચરણસ્પર્શ કરી શકાશે નહીં તેમજ પ્રસાદ કરનારે ફરજીયાત હેન્ડ ગ્લોવસ પહેરવા ના રહેશે આયોજ કે સ્થળ સંચાલકે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે મુજબ વ્યવસ્થા ગોઠવવામાં ની રહેશે.ગરબી કે આરતી નો કાર્યક્રમ માત્ર ૧ કલાક નો રહેશે. મંદિરો નવરાત્રી ઉજવણી તથા ધાર્મિક ખુલ્લી જગ્યામાં અગાઉથી તૈયાર કરેલ પ્રસાદ ફક્ત પેકેટ માં વિતરણ કરી શકશે.

પેક કર્યા સિવાય ના ખુલ્લા પ્રસાદ નું વિતરણ કરી શકશે નહીં.શેરી સોસાયટી મહોલ્લામાં માતાજી ગરબી.માટે મંજૂરી તંત્ર ની લેવાની ફરજિયાત છે. આરતી સહિત નો માત્ર ૧ કલાક નો સમય રહેશે.૬ ફૂટ નિ દૂરી સાથે નું ફીઝીકલ ડિસ્ટન્સ .થર્મલ સ્કેનિગ,માસ્ક,સેનેટરાઈઝ વગેરે આવશ્યક છે.જાહેર સ્થળ માં કાર્યક્રમ ખુલ્લા ગ્રાઉન્ડ .પાર્ટી પ્લોટ.મેદાનો.સોસાયટી મર્યાદિત સાથે ૨૦૦ થી વધુ એકઠા થઇ શકશે નહીં.રાવણદહન.રામલીલા.શોભાયાત્રા ગરબા સ્નેહમિલન. જેવા કાર્યક્રમ પર પ્રતિબંધ રહેશે.આગામી તહેવારો ની જાહેર માં ઉજવણી માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી આવશ્યક છે.

આયોજકે સ્થળ ની સમાવેશ ક્ષમતા અંગે સ્થાનિક વહીવટી તંત્ર ને લેખિત માહિતી આપવાની રહેશે. કોઈપણ શરતો ને ભંગ થયે થી સ્થળ સંચાલક.સોસાયટી.કે સમાજ ના પ્રમુખ/હોદેદારો તથા આયોજક સને કાયદેસર કાર્યવાહી કરવા માં આવશે.જે અંગે સિહોર પો.સ્ટે. પીઆઇ કે.ડી.ગોહિલ.નાયબ મામલતદાર રણજીતસિંહ મોરી.ચીફ ઓફિસર.એચ.બી.મારકના.વિજયભાઈ વ્યાસ.તાલૂકા પચાયત.અધિકારી. મંડળ પાર્ટી પ્લોટ.સોસાયટી સહિત ના આયોજકો. હોદેદારો ઉપસ્થિત રહી કડક સૂચના ની અમલવારી કરવાની રહેશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here