તહેવારોના સમયમાં દાંડીએ જવું કે પાણી ભરવા જવું.? જાગૃત નાગરિકે શંખનાદ સામે હૈયાવરાળ ઠાલવી


હરેશ પવાર
સિહોરમાં પાણી મુદ્દે હંમેશા મહાભારત સર્જાયેલ જ રહે છે. ગૌતમેશ્વર તળાવ છલકાઈ ગયું છે સારો વરસાદ વરસી ગયો છે છતાં પાણી આપવા માટે થઈને નગરપાલિકા તંત્રની અણઆવડત છે કે દાનત ખોરી એ જ લોકોને સમજાતું નથી. સિહોરના ગુંદાળા વિસ્તારમાં આવેલા પ્લોટ એરિયમાં કે જ્યાં ગરીબ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે આ વિસ્તારમાં છેલ્લા બાર દિવસથી પાણીનું એક ટિયુંય આપવામાં આવ્યું નથી. એક તરફ તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે અહીંની ગરીબ પ્રજાને પાણી માટે વલખા મારવા પડે એ કેટલી હદે વ્યાજબી કહેવાય વધુમાં નગરપાલિકા ના ઉપાધ્યક્ષ પણ આ વિસ્તારમાંના છે તો પણ આવી કપરી પરિસ્થિતિ લોકોની પાણી માટે હોય તો બીજી તો વાત જ શુ કરવાની આવે. અહીંના વસવાટ કરતા લોકો રોજ નું લાવી રોજનું ખાવાવાળા છે. જો હવે તે લોકો પાણી ભરવા માટે જ દૂર જવું પડે તો તેના ઘરનો ચૂલો જગે કઈ રીતે તે પણ વિચારવા જેવું થાય કેમ કે પાણીનજ તરસ બુજાવા જાય તો રોટલા માટે ટલવળવું પડે. આવા વિસ્તારમાં મત માટે દોડતા નેતાઓ અને આગેવાનો આ લોકોની મોટી સમસ્યાઓ દૂર કરવાની આવે ત્યારે કેમ દેખાતા નથી સમગ્ર બાબતે શંખનાદ સામે જાગૃત નાગરિકે હૈયાવરાળ ઠાલવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here