પગપાળા જઈ રહેલા યુવાન માટે ટ્રક યમદુત બનીને આવ્યો,યુવક મોતને ભેટ્યો
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ધાંધળી રોડ પર કાળમુખા ટ્રકે પગપાળા જઈ રહેલા એક યુવાનને અડફેટે ચડાવતા તેનું ભાવનગર સર્ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું ઇજાગ્રસ્ત યુવકે હોસ્પિટલમાં દમ તોડયો હતો સિહોરના ધાંધળી ગામે આવેલ ગ્રીવા ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં રહી મજુરી કામ કરતા પરપ્રાંતિય યુવાન બાલી કાળુરામ પુણાઁરામ મેધવાલ (ઉ.વ.30) ગઈ કાલે સવારના ૯ વાગ્યાના અરસામાં ધાંધળી-સિહોર રોડ પરથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા.
ત્યારે જેટકો સબ સ્ટેશન નજીકથી પસાર થતી વેળાએ યમદુત બનીને આવી રહેલા એક ટ્રકના ચાલકે યુવાનને અડફેટે ચડાવતા તેને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો યુવકે બપોરના સમયે દમ તોડી દીધો હતો.બનાવ અંગે હોસ્પિટલ પોલીસે કેસ કાગળો તૈયાર કરી સિહોર પોલીસને મોકલી આપ્યા હતા ત્યારે રોડ રસ્તાઓ યમદૂત બનીને અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.