તમામ યાત્રાળુ સવારમાં ઉતરી હોસ્પિટલ વિભાગને ચેકીંગ કરવા માટે જાણ કરી, અહીં ચેકીંગ કે સ્કેનર માટેની સુવિધા ઉપલબ્ધ નથી, તબીબો પ્રવાસીઓને ચેક કઈ રીતે કરે..વહેલી સવારે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો

બ્રિજેશ ગૌસ્વામી
સાઈનાથ યાત્રા પ્રવાસ દ્વારા સિહોરથી દસ જ્યોતિલિંગ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પ્રવાસ તા.1.3.2020 ના રોજ ઉપડ્યો હતો. આશાપુરા ટ્રાવેલ્સની બસ મારફતે ૩૯ યાત્રાળુઓ પ્રવાસ માટે નીકળ્યા હતા. પરંતુ દેશમાં કોરોનાનો કાળો કેર શરૂ થઈ જતા દેશમાં તમામ મંદિરો સાવચેતીના પગલે બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને આ યાત્રા પ્રવાસને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યો હતો. આ યાત્રા પ્રવાસમાં સિહોર, તળાજા, બોરડા, ભાવનગરઝ સુરેન્દ્રનગર વલભીપુર સહિતના યાત્રાળુઓ જોડાયા હતા.

આજે વહેલી સવારે બસ મારફતે સિહોર આવી પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલ સુવિધાઓ માટે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો હતો પ્રવાસથી પરત ફરેલા યાત્રાળુએ સામે ચાલીને સિહોર હોસ્પિટલ વિભાગને તપાસ માટેની જાણ કરી હતી પરંતુ હોસ્પિટલ ખાતે કોઈ સ્કેનર મશીન કે અન્ય કોઈ સાધન સામગ્રી ન હોવાથી તબીબો પણ મૂંઝવણમાં મુકાયા હતા અને યાત્રાઓ સિહોર સરકારી હોસ્પિટલની સુવિધાઓ સામે રોષ વ્યકત કર્યો હતો અને બળાપો કાઢ્યો હતો.

ત્યારે મોદી સાહેબે ફાળવેલ ૧૫ હજાર કરોડના પેકેજ સામે હજી પણ સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે અનેક સવાલો ઉભા થાય છે સિહોર સરકારી તબીબો પણ દિવસ રાત મહા-મહેનત કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે સુવિધાઓને લઈ રોષ ઉભો થયો છે ત્યારે સિહોર અને આજુબાજુ વિસ્તારોમાંથી યાત્રાએ ગયેલ હેમખેમ પરત ફર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here