સેવા પરમો ધર્મ: સિહોર ખાતે સેવા સમિતિ સંસ્થાનું ચાલતું સૌથી મોટુ રાહતના રસોડા ખાતે ૧૦૦ થી વધુ કોરોના વોરિયર્સ સેવા આપી રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સમગ્ર સિહોર ખાતે સેવા સમિતિ નામની સંસ્થા દ્વારા છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી રાહતનું રસોડું શરૂ કરવામાં આવ્યું છે આ સેવાયજ્ઞ સતત સિહોરની શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે શરૂ છે અહીં સાંજ પડે સિહોર અને આજુબાજુ વિસ્તારના લોકોને આ સેવા સમિતિ વિનામૂલ્યે ભોજન આપવાનું અદભુત અને બેમિસાલ કાર્ય કરી રહી છે કારણકે કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, હવે આની ઝપેટમાં તમામ વર્ગો સાથે સાથે મજૂરો પણ આવ્યા છે. જોકે તેમને આ બીમારી લાગુ પડી ન હોવા છતાં તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે. સ્થિતિ એવી ગંભીર બની છે કે, તેમનું જીવન વેન્ટિલેટર પર આવી ચૂક્યું છે.

ભય અને અસુવિધાની વચ્ચે તેઓ અટવાઈ ચૂક્યા છે કોરોના વાયરસને કારણે લોકડાઉન દરમિયાન છુટક ધંધાર્થીઓ સહિત રોજનું કમાઈને રોજ ખાતાં ગરીબ લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે સિહોર શહેરમાં પણ અનેક લોકોને લોકડાઉન દરમિયાન હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તે સ્થિતિમાં સિહોર સેવા સમિતિનું રાહત રસોડું છેલ્લા ૫૦ થી વધુ દિવસથી સતત ધમ-ધમે છે શહેરના અનેક વિસ્તારોમાં આ સંસ્થા ભોજન પોહચાડવાની વ્યવસ્થાઓ કરે છે એક મહત્વપૂર્ણ બાબત આ સંસ્થાનું જ્યાં સેવાયજ્ઞ ધમ-ધમેં છે ત્યાં ૧૦૦ જેટલા કોરોના વોરિયર્સ સેવા આપી રહ્યા છે ત્યારે સેવા પરમો ધર્મ આવી સંસ્થાઓના કારણેજ લોકડાઉન જેવા સમયમાં ગરીબોને બે ટંકનો રોટલો નસીબ થઈ રહ્યો છે અહીં સેવા કરતા સેવાભાવી લોકો કોરોના વોરિયર્સથી કમ નથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here