સિહોર ધર્મ રક્ષા સમિતિ મુક્તેશ્વર ગ્રૂપ દ્વારા શહેરના મંદિરોમાં સેનેટાઈઝર મશીન ભેટ આપશે
હરેશ પવાર
વૈશ્વિક કોરોના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન ૫ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનલોક કરીને એક પછી ધંધા રોજગાર અને મંદિરો ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. લોકડાઉન ૫ માં આર્થિક ગાડી પાટે ચડાવા ધીમે ધીમે છૂટછાટ આપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મંદિરો ખુલ્લા કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે મંદિરોમાં કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે થઈને કોરોના સામે રક્ષણ મેળવવા સાવચેતીના પગલાંને લઈને સિહોરમાં મુક્તેશ્વર ગ્રૂપ ધર્મ રક્ષા સમિતિ દ્વારા સિહોરના તમામ ધાર્મિક સ્થળો ઉપર સેનેતાઈઝર મશીન ભેટ આપવામાં આવશે. સિહોરના નવનાથ મંદિર સહિતના ધાર્મિક સ્થળો ઉપર કોરોના સામે રક્ષણ મેળવવા માટે થઈને સેનેતાઈઝર મશીન મુકવામાં આવશે. મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ એ ફરજીયાત સેનેતાઈઝર થી હાથ ધોઈને જ મંદિરમાં દર્શન કરવા માટે અપીલ કરવામાં આવી છે.