સિહોર તાલુકામાં શનિવારે ઇસુદાન ગઠવી અને ગોપાલ ઈટાલીયા હાજરીમાં મળશે બેઠક

પરમ દિવસે શનિવારે સિહોર તાલુકામાં આપની ચૂંટણીલક્ષી બેઠક મળશે જેમાં ભાજપ કોંગ્રેસના મોટા માથાઓ આપમાં જોડાઈ તેવા સંકેત


સલીમ બરફવાળા
રાજકીય પક્ષોએ ૨૦૨૨ ચુંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે પૂર્વ પત્રકાર ઇસુદાન ગઠવી આપ પાર્ટીમાં જોડાયા બાદ ગુજરાતના રાજકારણમાં ત્રીજો પક્ષ વધુ બળ અને મજબૂત દેખાઈ રહ્યુ છે ત્યારે સિહોર તાલુકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની બેઠક મળનારી છે તેમાં ઇસુદાન ગઠવી અને ગોપાલ ઇટાલિયા હાજર રહે તેવી સંભવિત શકયતા દેખાઈ રહી છે કારણકે સુત્રોની જાણકારી પ્રમાણે ભાજપ કોંગ્રેસના સ્થાનિક કેટલાક કાર્યકરો આમ આદમી પાર્ટીના સંપર્ક હોવાનું કહેવાય છે.

જેથી ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ આપમાં જોડાઈ શકે છે.જેમાં સરપંચ,પૂર્વ સરપંચ,નગરસેવક,પૂર્વ નગરસેવક,તાલુકા પચાત જીલ્લા પચાયતનાં ઘણાં સભ્ય આપના સંપર્કમાં હોય અને શનિવારે કદાચ પક્ષ સાથે છેડો ફાડી આપ નો પાલવ પકડેતો નવાઈ નહિ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આખા ગુજરાતમાં યુવાનો ને આકર્ષિત કરવામાં સફળ રહેલ આપ હવે સિહોર તાલુકામાં પણ ઘણાં નારાજ લોકો ને પાર્ટીમાં જોડી મિશન 2022ની તૈયારીઓ ચાલું કરી છે ત્યારે તાલુકાથી લઈ જીલ્લાના સંગઠનો માં પણ ફેરફાર થઈ રહ્યાં છે.આવા અરસામાં જોવું રહ્યું હવે ભાજપ કોંગ્રેસના ક્યાં નેતા આપનો પાલવ પકડે છે.

એ જોવું રહ્યું અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી થી લઈ ચાલતી અટકળો ઉપર મુકાશે સિહોર તાલુકામાં સહિત દરેક તાલુકા તેમજ શહેરો ના પ્રમુખ તેમજ સંગઠનમાં પણ ફેરફાર આવી શકે છે જેમાં સિહોર તાલુકામા પ્રમુખ અને શહેર ના પ્રમુખમાં ત્રણ ત્રણ નામની પેનલ બનાવી જીલ્લા ટીમને સોંપવાના સૂચના અપાઈ હોવાની અહેવાલ મળ્યા છે જેમાં તાલુકા પ્રમુખ ટીમમાં બાબુભાઈ વઘાસિયા,ગેમાભાઈ ઢીલા,બાલાભાઈ ડાંગરના નામની પેનલ જીલ્લાની ટીમમાં અપાઈ હોય તેવું સૂત્ર પાસે જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here