રાષ્ટ્રીય અંધજન મંડળ- ભાવનગર દ્વારા નેશનલ ફ્લેગ ડે – ૨૦૧૯ માં ગ્રામ્ય વિસ્તારની માધ્યમિક શાળામાં શ્રેષ્ઠ ફંડ એકત્રીત કરનાર શાળા તરીકે શિલ્ડ આપી વિદ્યામંજરીને સન્માનીત કરવામાં આવી


દેવરાજ બુધેલીયા
સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરીને રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર દ્વારા તારીખ ૧૪-૦૯-૨૦૨૦ ને સોમવારનાં રોજ આયોજીત નેશનલ ફ્લેગ ડે -૨૦૧૯ માં ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં શ્રેષ્ઠ ફંડ એકત્રીત કરી સન્માન પ્રાપ્ત કરનાર આ શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. વિદ્યાર્થીઓનાં ભગીરથ પ્રયાસથી રૂ.૧૫,૦૦૦ જેવો માતબર ફાળો શાળાએ એકત્રીત કરી અંધ ઉદ્યોગ શાળાને મદદરૂપ થવાની ભાવના વિદ્યાર્થીઓમાં વિકસાવેલ છે.

આ દિવસે આ શાળાને સ્મૃતિ ચિન્હ આપી સન્માનીત કરવામાં આવેલ હતી. તેમજ આ દિવસે શાળાનાં સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડીયા સાહેબ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર ને રૂ. ૫,૧૦૦/- (પાંચ હજાર એક સો પુરા) ફાળો આપી અંધ ઉદ્યોગ શાળાને મદદરૂપ થવાનો ભગીરથ પ્રયાસ કરેલ છે. આવનારા દિવસોમાં આ શાળા તરફથી વધારેમાં વધારે ફંડ એકત્રીત કરી રાષ્ટ્રય અંધજન મંડળ ભાવનગરને મદદરૂપ થવાનું બીડુ ઝડપેલ છે. આ બીડુ ઝડપવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવાર મહેનત કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here