આજે વહેલો સવારની ઘટના, ફીડરમાં વીજ બ્લાસ્ટ થતા બે કામદારો દાઝયા, બન્નેને ભાવનગર ખાતે સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા


હરેશ પવાર
સિહોરના ઘાંઘળી ગામ નજીક જીઆઇડીસી નજીક આવેલ પીજીવીસીએલના પ્રાઇવેટ વીજ ફીડરમાં બ્લાસ્ટના કારણે બે કામદારો દાઝી ગયાની ઘટના બની છે બન્નેને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘાંઘળી રોડે આવેલ પીજીવીસીએલના પ્રાઇવેટ વીજ ફીડરમાં આજે સવારે ખાનગી કંપનીના કામદાર ઓપરેટર એસ એન ચૌહાણ, તેમજ હેલ્પર ગિલાતર ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન એકાએક બ્લાસ્ટ થતા બન્ને દાઝી ગયા હતા સમગ્ર ઘટનાને સમર્થન આપતા જુનિયર એન્જીનયર દેવજાણી જણાવ્યું હતું કે આજે સવારના સમયે ઘાંઘળી નજીક આવેલ ૬૬ કેવીમાં ફીડરમાં ૧૧ કેવીમાં ફ્લેશ બ્લાસ્ટ થતા

ઓપરેટર એસ એન ચૌહાણ અને ઓપરેટર વી.વી ગિલાતર હાથ અને મોઢાના ભાગે દાઝીની ઘટના બની છે અને હાલ તબિયત એમની સારી છે ભાવનગર ડોકટર કેતન પટેલને ત્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અધિકારીએ ઘટનાને સમર્થન આપતા જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here