ભાવનગર બ્લડ બેંક ના સંકલન સાથે ૫૦ યુનિટથી વધુ રક્ત એકત્ર કરાયું, દાંતના તમામ રોગોની સારવાર રાહતદરે આ સંસ્થામાં કરવામાં આવે છે

દર્શન જોશી
૧૩ ફેબ્રુઆરી એટલે કે વિશ્વમાં ઓરલ અને મેક્સિલો ફેસિયલ સર્જરી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે સિહોર ના અમરગઢ (જીથરી) ખાતે આવેલ કે.જે.મહેતા ટી.બી. હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અને હોસ્પિટલમાં ઓરલ સર્જન ડે નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરીને ઉજવણી કરવામાં આવી હતી. ઓરલ સર્જન એટલે કે જે દાંત,જડબા અને મોઢાના નિષ્ણાંત સર્જન તરીકે ઓળખાય છે.

ઓરલ અને મેક્સિલો ફેસિયલ સર્જરી વિભાગના હેડ અને વાઇસ-પ્રિન્સિપાલ ડો.પંકજાક્ષી બાઈ કે. અને ડૉ.પાર્થ રવીયા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પ માટે મોટો સહયોગ આપવામાં આવ્યો હતો. અહીં કેમ્પમાં કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ ના પ્રિન્સિપાલ ડો.રોસાય કાનાપાર્થિ, સુપ્રિટન્ડ ડો.મોહસીન ઘાંચી, એડમિનિસ્ટ્રેટર અશ્વિનભાઈ વૈદ્ય,પીએચડી વિભાગના ડો.મંદિપસિંહ ગોહિલ અને ડૉ.મયુર મિશ્રા એ કેમ્પને સફળ બનાવવા માટે મહત્વનો સહયોગ આપ્યો હતો.

કોલેજના વિધાર્થીઓ અને ડોકટર સ્ટાફ દ્વારા ૫૦ થી વધુ યુનિટ રક્ત નું દાન કરવામાં આવ્યું હતું. કોલેજ ઓફ ડેન્ટલ સાયસ અને હોસ્પિટલ દ્વારા દાંત ને લગતા તમામ રોગોની સારવાર રાહતદરે કરવામાં આવે છે. અહીં કોલેજ સંસ્થા દ્વારા આસપાસના ગામડાઓમાં પણ સમયાંતરે કેમ્પના આયોજનો કરીને દાંતના રોગથી પીડાતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે.અહીં મોટા પ્રમાણમાં દર્દીઓ દાંતની સારવાર કરવા માટે થઈને આવતા હોય છે. આ રક્તદાન કેમ્પ દ્વારા સામાજિક કાર્ય કરી લોકો સુધી જાગૃતતા પહોંચાડવા સંદેશ પસાર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here