આજ ગગનથી ચંદન ઢોળાય રે, સૈયર મોંને આસોના ભણકારા થાય, ચોથના ક્ષયને કારણે આઠ નોરતા, મંદિર-મઢમાં તૈયારીઓને આખરી ઓપ : ચુંદડી, હાર, લાઈટ ડેકોરેશનની વસ્તુની ખરીદીમાં ભીડ, સર્વ પિતૃઓને શ્રાધ્‍ધ અર્પણ કરતા ભાવિકો : કાલથી માતાજીના અનુષ્‍ઠાન સાથે પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલશે

હરિશ પવાર : દેવરાજ બુધેલિયા
આજે છેલ્લા શ્રાધ્‍ધ પક્ષ પૂર્ણ થશે અને કાલે તા.૭ને ગુરૂવારથી નવલા નોરતાનો પ્રારંભ થશે આજે ભાવિકો દ્વારા સર્વ પિતૃઓને શ્રાધ્‍ધ અર્પણ કરવામાં આવ્‍યું છે.કાલે નવરાત્રીનો પ્રારંભ થશે. ભાવિકો દ્વારા અનુષ્‍ઠાન કરવામાં આવશે. અને પ્રાચીન ગરબીઓમાં રાસ-ગરબાની રમઝટ બોલશે. કોરોના ગાઇડલાઇનના પાલન સાથે નવરાત્રી ઉજવવામાં આવશે. આ વખતે અર્વાચીન રાસોત્‍સવના આયોજનો રદ કરાયા છે આજ ગગનથી ચંદન ઢોળાય રે, સૈયર મોંને આસોના ભણકારા થાય..’ આદ્યશક્તિની ભક્તિના પાવન પર્વ નવલા નોરતાને હવે ગણતરીના કલાકો જ આડા રહ્યા છે. ગુરૂવારથી નવરાત્રિના પ્રારંભ સાથે સમગ્ર સિહોર અને પંથકમાં માંઈભક્તિમાં લીન બની જશે.

નવરાત્રિને લઈ બજારમાં લોકોની ભીડ વધી છે. તો માતાજીના મંદિર, મઢોમાં નવરાત્રિની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઓણ સાલ પ્રોેફેશનલ ગરબાને મંજૂરી ન મળી હોવાથી શેરી ગરબાઓની રમઝટ જામશે.ભક્તિ અને શક્તિની ઉપાસનાના મહાપર્વ આસો નવરાત્રિનો તા.૭-૧૦ને ગુરૂવારથી ધર્મમય માહોલમાં આરંભ થશે. ગુરૂવારે તમામ પ્રાચીન-અર્વાચીન માંઈ મંદિરો અને માતાજીના મઢોમાં શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે ઘટ સ્થાપન કરી સાત નવા ધાન્યના જવારા ઉગાડવામાં આવશે.

આસો નવરાત્રીમાં ગરબા, હાર, ચૂંદડી, ધૂપ સહિતની ખરીદી માટે બજારમાં ભીડ

આદ્ય શકિતની આરાધનાનું મહાપર્વ નવરાત્રીનો આવતીકાલથી મંગલ આરંભ થઇ રહ્યો છે. શહેરમાં લાંબા સમય બાદ નવરાત્રી પર્વની ખરીદીની ભીડ જામી છે. શહેરના અનેક વિસ્તારોમાં ગરબા, ચૂંદડી, હાર, ધૂપ, દિપ, આરતી, લ્હાણી સહિતની વસ્તુઓની ખરીદી કરવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે બજારમાં રોનક ઓછી જોવા મળી હતી. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


તંત્રની આયોજકો સાથે બેઠક

સિહોર પોલીસ સ્ટેશન દ્વારા નવરાત્રી અંતર્ગત પો.ઇન્સ.કે.ડી.ગોહિલ ના અઘ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ સામાજિક સંસ્થા તેમજ સોસાયટી માં માતાજી ની આરાધના સાથે ગરબી તેમજ ગરબા ઓ તેમજ ધાર્મિક કાર્યક્રમ સરકારશ્રી ની ગાઇડલાઈન મુજબ પાલન કરવાનું રહેશે અને રાત્રીના ૧૨ વાગ્યા સુધી સરકારશ્રી દ્વારા નિયમ મુજબ કાર્યક્રમ યોજાઈ શકાશે તેમજ માઇક લાઉsસ્પીકર પણ નિયમ મુજબ જ રહેશે ઉપસ્થિત તમામને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here